મચ્છરથી ફેલાતા રોગો વિષયક ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૮/અ ની વિદ્યાર્થીની પટેલ આલીયા રફીક તૃતીય નંબર મેળવ્યો હતો.
જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ
સુરત મહાનગરપાલિકા દ્વારા “મૅલેરિયા, ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકેની ઉજવણી અંતર્ગત બાળકોમાં મચ્છરજન્ય રોગો અને તેના ઉપાયો વિશે સમજણ કેળવાય એ હેતુથી મચ્છરથી ફેલાતા રોગો વિષયક ચિત્ર સ્પર્ધા માં અત્રેની શાળાની ધોરણ ૮/અ ની વિદ્યાર્થીની પટેલ આલીયા રફીક એ ભાગ લીધો હતો.
સેન્ટ્રલ ઝોનની 50 કરતા વધુ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની પટેલ આલીયા રફીક એ તૃતીય નંબર મેળવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરીને ક્રમાંક પ્રાપ્ત કરી આપણી શાળા અને સંસ્થાનું નામ રોશન કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.